Wednesday, February 28, 2024

સાચી ખુશી

જયારે નાના હતા ખિસ્સા
અને જીવન માં હતો ધસારો
જયારે સપના હતા અઘરા
અને કરકસર નો ના હતો પારો

ત્યારે હૈયા હતા મોટા
અને એકબીજા ની હતી સંવેદના
ક્યારે કોઈ ના ઘરે ખાંડ ખૂટે
તો બીજા ના ઘરે ભરી દેતા તા મીઠાસ

પણ સમય બદલ્યો
અને આરામ વધ્યો
માડી ની મેહર થઇ
પૈસા ની લહેર થઇ
ગાડી ૬ સિટર લીધી
પણ માણસ રહ્યા બે
ખિસ્સા વધ્યા, પણ આપવાનું દિલ ઘટતું ગયું
સુખ ના મદ માં , બીજા ના દુઃખ ની અવાજો બંદ થઇ ગયી
પોતાના સપના એટલા વધી ગયા, કી બીજાની સંવેદના લુપ્ત થતી ગયી

પણ બધું હોવા છતાં પણ , કંઈક અધૂરું લાગે છે
પોતાના સપના પુરા થતા પણ , ખુશી માં ચૂક લાગે છે

ત્યારે મારી અતીત માં ડૂબકી અને શોધ્યો સાચો સુખ
ભેળવ્યો બીજા ના સુખ દુઃખ  માં પોતાના સપના નો રસ
પોતા ની મ્રિગજલ રૂપી  ખુશી ની પરિભાષા
બદલતા થોડી અશાંતિ, પ્રતિકૂલ મનઃસ્થિતિ જરૂર થઇ
પણ એક અવ્યક્ત સંતોષ ની અનુભૂતિ પણ સાથે થયી
જુદા જુદા લોકો માં વસતા જીવ થી એકરૂપ અનુભવ કરવાની

જયારે ગાવો માં ની આરતી
તો સાચા દિલ થી બધા માટે
કામના તો કરી જ શકાય
કોઈ ને પૈસા આપો કે ના આપો,
સપના પુરા કરો કે ના કરો
પણ સમય અને સંવેદના તો આપી જ શકાય
ભીતર માં વસતી જગત જનની માટે
એટલું તો કરી જ શકાય 

No comments:

Post a Comment