Saturday, January 24, 2015

પાછળ જે છૂટી ગયું

ચાલ્યા હતા ઉમંગ અને ઉલ્લાસ થી,
જીવન માં આગળ વધવાની ધગસ થી
પણ આજે હું સ્મરણ  કરું છું
પાછળ જે છૂટી ગયું

જીવન ની આ રમત માં,
ભલે ને પેલો નંબર આયો હોય
ચાર પાંચ ભાઈ બંદો ની વચ્ચે
ભલે ને મોટા માણસ થઇ ગયા હોય



પણ મોટી મોટી વાત કરતા,
નાની નાની ખુશીયો ખોવાઈ ગયી
હિંચકા ભલે ને  મોટા થઇ ગયા હોય,
પણ એ મજ્હા ક્યાંક ફિક્કી થઇ ગયી ,

શિયાળા ની ઋતુ માં હીટર ભલે ને આયી  ગયા હોય,
પણ તાપણું કરી, બે ઘડી ની એ મજ્હા ના રહ્યી


પ્રેમ ની અંતરંગ દુનિયા ભલે ને મોટી થઇ ગયી હોય,
પણ રૂપાળી ચામડી ની અંદર  નો માનસ ખવાઈ ગયો,

ગરીબ બાળકો  માટે મોટા મોટા ચેક ભલે ને લખી શકતા હોય,
ભલે ને મોટા ડોનેશન કરી સકતા હોય
પણ બે ઘડી વાત કરી, એ મશ્કરી નો ખટમીટો પ્રેમ,
એ તાળી આપી ને બાળકો નું મન જીતી લેવું,
એ હૈયા ની નિખાલસતા ક્યાંક ઓછી થઇ ગયી,

પડોસી થી જ્હાગળા ભલે ને ના થતા હોય,
પણ એ તું તારી ની મજ્હા ક્યાંક ખોવાઈ ગયી
એ તકરાર માં પણ એક હૈયા ની નજીકતા હતી
પણ હવે તો મેહાલો એવા મોટા થઇ ગયા  છે કે
આ દીવાલ મેહાલો ની સાથે દિલો માં પણ એવી ઘા કરી ગયી છે,
કે  નાં કોઈ આંબી ને લઢી સકે, નાં નવાજુની લઇ શકી,


સુ હું સાચ્ચે આગળ જવું છું કે પાછળ ?
એ અસમંજસ માં હું લખું છું,
આજે ફરી ના જોવું ફરી,
પાછળ જે છૂટી ગયું

No comments:

Post a Comment